
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.) તેના 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી કન્યાકુમારીની પ્રથમ “ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન” શરૂ કરેલ છે.કચ્છના લખપતથી કન્યાકુમારીની સફરમાં 25 દિવસોમાં 6,553 કિમીની કઠોર યાત્રા પર 14 મહિલાઓ સહિત કુલ 125 સમર્પિત સી.આઈ.એસ.એફ. સાયકલ સવારો જોડાયા છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિશેષ દેશના સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારતની પ્રેરણાદાયી થીમ હેઠળ,આ પહેલનો હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે, જેમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકો સહિત દાણચોરી દ્વારા ઉભા થતા જોખમોને પ્રકાશિત કરવામાં આવશે.
