
કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત રાહુલ ગાંધી તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ તેમણે આપી દીધા હતા.આ એક્શન પ્લાનને અમલ મુકવાના ભાગરૂપે કોંગ્રેસે દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હી બોલાવ્યા હોવાનું દયાને આવેલ છે. કોંગ્રેસમાં લાંબા સમય બાદ કોઈ મોટા એક્શનની તૈયારી દેખાઈ રહી છે.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા દેશભરમાંથી આવનારા તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે 3 દિવસ માટે મહામંથન યોજાનાર છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કોંગ્રેસ ત્રણ બેચમાં આ બેઠક કરશે અને તમામને કોંગ્રેસના નવા સંગઠનીય માળખાની વિચારણા કરશે.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પાર્ટીને ધરમૂળથી મજબૂત કરવાનો છે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જૂન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને એઆઇસીસીના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ તમામ સાથે મહામંથન કરશે અને આગળ ની રણનીતિ ઘડશે.
