
વિશ્વ જળ દિવસ એ સયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા ૨૨ માર્ચ ના રોજ ઉજવવામાં આવતો એક આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસ છે.ઝડપથી વધતી વસ્તી, કૃષિ, ઉદ્યોગ, શહેરીકરણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પાણીની વધતી જતી જરૂરિયાતને કારણે પાણીની માંગ પણ વધી રહી છે. તેથી, દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ (world Water Day) ઉજવવામાં આવે છે.આ દિવસનો હેતુ વિશ્વભરના લોકોને પાણી સંબંધિત મુદ્દાઓ વિશે વધુ જાણવા અને ફરક લાવવા માટે પગલાં લેવા પ્રેરણા આપવાનો છે.શાળાઓ અને યુનિવર્સિટીઓમાં વધુને વધુ પહેલ લોકોને જળ સંસાધનોના સંરક્ષણ અને સંચાલનના મહત્વ વિશે શિક્ષિત કરી રહી છે જે ઘણી સારી બાબત ગણાય.આ પાણી સંબંધિત પડકારોના પ્રકૃતિ-આધારિત ઉકેલોના સ્વરૂપમાં હોઈ શકે છે.દર વર્ષે, વિશ્વ જળ દિવસ અભિયાનના સંદેશાઓ અને પ્રકાશનો સોશિયલ મીડિયા સમર્પિત વેબસાઇટ્સ અને અન્ય ચેનલો દ્વારા લાખો લોકો સુધી પહોંચે છે .જળ એ જ જીવન છે, તમે બધાએ આ વાક્ય સાંભળ્યું જ હશે. આ ફક્ત એક વાક્ય કે સૂત્ર નથી પણ સત્ય છે. વિશ્વમાં ત્રણ ટકાથી ઓછા તાજા પાણીના સ્ત્રોત છે. પાણીના મહત્વ અને તેના યોગ્ય ઉપયોગ અને સંરક્ષણ વિશે જાગૃત કરી શકાય.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળ પ્રદૂષણ, જળ સંકટ અને આબોહવા પરિવર્તન સંબંધિત સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો છે જે સાર્થક થાય તો જ આ ઉજવણીનો અર્થ છે જો ફક્ત આજ ના દિવસ પૂરતો જળ બચાવો નો પ્રચાર કરીશું તો તેનો કોઈ અર્થ રહેતો નથી.
