
ગુજરાતની વિસાવદર બેઠક પરથી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ સુધી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડીયા દ્વારા હાઈકોર્ટમાં કરેલી પીટીશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજનાર છે. આ અગાઉ અહી ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર હતા જેવો રાજીનામું આપી દેતા બેઠક ખાલી હતી અહી ૨૦૨૨ ની ચૂંટણી માં ભૂપત ભાયાણી જીત્યા હતા પરંતુ એમની જીતને પૂર્વ ધારાસભ્ય એમના પ્રતિ સ્પર્ધી તરીકે હર્ષદ રિબડિયા બીજેપી નાં ઉમેદવાર હતા જેવો એ આ જીત ને પડકારતી અરજી કરી હતી હવે બન્ને બીજેપી માં હોવાથી રિબડીયા એ અરજી પાછી ખેંચતા ચિત્ર સ્પષ્ટ થયું હતું અને પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો પેટા ચૂંટણી ની સંભાવના હોવાથી આમ આદમી પાર્ટી એ ચૂંટણી માટે કમર કસી છે સામે પક્ષે કોણ ઉમેદવાર હોઇ એ જાહેર થયું નથી તેમજ આ બેઠક કોંગ્રેસ નાં સહકાર થી ગઠબંધન થશે કે કોંગ્રેસ અલગ રીતે લડવામાં આવશે કે કોંગ્રેસ પણ ઉમેદવાર મૂકી શકે એ હજુ સ્પષ્ટ નથી પણ આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયા ને ઉમેદવાર બનાવી ચૂંટણી જંગ રોમાંચક બની રહેશે.
