
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ બુધવારના રોજ તા. 26 માર્ચે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેમાં રાજકોટ મનપા અને રૂડાનાં રૂપિયા 600 કરોડના નવા પ્રોજેક્ટસ, વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકા તેમજ રૂડા’ના 565.63 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જે કામનું લોકાર્પણ થવાનું છે જેમાં અલગ-અલગ વિસ્તારમાં 183 આવાસ, 25 નવી સીએનજી બસ, મવડીમાં ઈનડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતનો સમાવેશ થાય છે.આ ઉપરાંત કટારિયા ચોકડીએ આઈકોનિક ફ્લાયઓવર સહિત 9 બ્રિજ, કણકોટથી કોરાટ ચોક, ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીના રિંગરોડ-2ને ફોરલેન કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા હોય તેમના કાર્યક્રમને લઈ શહેર ભાજપ દ્વારા સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
