
મોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરતાં પણ ખરાબ છે.પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે.ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, દંડ સામે કરાયેલી અરજી ફગાવી દેવામાં આવી હતી.તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં 454 વૃક્ષો કપનાર વ્યક્તિની અરજીને ફગાવી ડેટા ન્યાયાધીશ અભય એસ.ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) ના રિપોર્ટને સ્વીકાર્યો, જેમાં ગયા વર્ષે શિવશંકર અગ્રવાલ દ્વારા કાપવામાં આવેલા 454 વૃક્ષો માટે પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયા (કુલ 4.54 કરોડ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો હતો.અગ્રવાલનો કેસ લડી રહેલા સીનિયર વકીલ મુકુલ રોહતગીએ બેન્ચને જણાવ્યું હતું કે તેમના અસીલે પોતાની ભૂલ સ્વીકારી છે અને માફી માંગી છે.
‚
