
શ્રીનગર (કાશ્મીર) માં દાલ લેકના કિનારે આવેલું ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન વિશ્વના સૌથી સુંદર બગીચાઓમાંનું એક માનવામાં આવે છે.દર વર્ષે લાખો પ્રવાસીઓ આ બગીચાની સુંદરતાની પ્રશંસા કરવા અને ટ્યૂલિપ ફેસ્ટિવલનો ભાગ બનવા માટે અહીં આવે છે. શ્રીનગર સ્થિત એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન, આ વર્ષે 26 માર્ચ, 2025થી સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો છે.ટ્યૂલિપ બગીચો છે જે 30 હેક્ટરમાં ફેલાયેલો છે. અહીં તમને 17 લાખથી વધુ ટ્યૂલિપ ફૂલો અને 75થી વધુ જાતના ટ્યૂલિપ જોવા મળશે જે સ્વર્ગ સમાન અલૌકિક દ્રશ્યમાન થાય છે.આ બગીચો દાલ લેક પાસે આવેલો છે, જ્યાંથી ઝબરવાન ટેકરીઓનો સુંદર નજારો જોઈ શકાય છે. ચારે બાજુ બરફીલા શિખરો અને તળાવનો અદ્ભુત દૃશ્ય દેખાય છે.શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન દર વર્ષે ફક્ત 1 મહિના માટે ખુલે છે, કારણ કે ટ્યૂલિપ ફૂલોનું જીવનકાળ ખૂબ જ ટૂંકું હોય છે. આ બગીચો સામાન્ય રીતે માર્ચના છેલ્લા અઠવાડિયાથી એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધી ખુલ્લો રહે છે.


