
ગોંડલ ચોકડીના બ્રિજમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી પાસે આવેલ બ્રિજનો એક્સપાન્શન જોઈન્ટ છૂટો પડી જતા અફરાતફરી થઈ ગઈ હતી. જોઇન્ટ નો ગેપ પ્રકારે ખુલી ગયો હતો કે નીચે ચાલતો માણસ દેખાઈ આવે. નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવેની બેદરકારી અને લાપરવાહી ને પગલે રસ્તા પરના અનઅધિકૃત સ્પીડ બ્રેકર, સફેદ પટ્ટા વગરના સ્પીડબેકર, રેડિયમ રિફલેટરોનો અભાવ, રસ્તા પરના ખાડાઓની મરામત કરવામાં ઘોર વિલંબના કારણે ભૂત્ક્લ્મ ઘણી દુર્ઘટનાઓ સર્જાયેલ છે છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની આખો ખૂલતી નથી.
અંદાજે એકાદ કરોડના ગોંડલ રોડ ખાતેનો આ પુલ 2023 માં લોકાર્પણ કરવામાં આવ્યો હતો. આ પુલનો જોઈન્ટ છુટો પડી જતા અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ એવો બચાવ કર્યો હતો કે આ બ્રિજમાં આ પ્રકારે કોઈ પ્લેટ ચોરી ગયું હતું જોકે આ બાબત ગળે ઉતરે તેમ નથી કારણકે આ રસ્તો 24 કલાક ટ્રાફિકથી વાહનોથી ધમધમતો હોય અને રસ્તા પર કોઈ કટર મારી આ પ્રકારે ચોરીની ઘટનાઓ બને તેવી શક્યતાઓ નથી.આ ઘટના બાબતે રીપેરીંગ કરનાર કર્મચારી દ્વારા અને જવાબદાર અધિકારીએ જણાવ્યું છે કે આ પુલની અંગે નિયમિત ચેકિંગ કરવામાં આવે છે. તો પછી હાઇવે ઓથોરિટી ને આ બાબતની જાણ મોડી અને એ પણ સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિકે વિડીયો વાયરલ થયા પછી થઈ છે ? એટલે જવાબદાર અધિકારીઓ કુંભકર્ણને નિંદ્રામાં હતા કે કેમ ? આ બાબતની ગંભીરતાને દયાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલ છે તેવું પ્રમુખ અતુલ રાજાણી જણાવે છે.

