
આજનો સોમવાર શેર બજારના રોકાણકારો માટે “બ્લેક મન્ડે” સાબીત થયો.ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. સેન્સેક્સ 3900 પોઇન્ટ ધરાશાયી, ઇતિહાસનો સૌથી મોટો બીજો કડાકો, રોકાણકારોના 19 લાખ કરોડ ડુબ્યા હોવાનો અંદાજ છે.
વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે.આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વૉરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે.
