
વિશ્વભરમાં એકવાર ફરીથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે.ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં, દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 3,961 થી વધારે છે. છે.ભારતમાં કોરોના વાયરસના ચાર પ્રકારો મળી આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું અને આ બાબતે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) સમર્થન કરી રહ્યું છે.વર્ષ 2019 થી 2022 દરમ્યાન સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના ના જુદા જુદા 3 તબક્કા હતા જેમાં વાયરસની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક લોકો સંક્રમિત થયા અને ખુબજ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી ભારત સરકારે સમગ્ર દેશભરમાં વિશાળ રસીકરણ આપવાનું અભિયાન શરૂ કર્યું અને ખુબ મોટો સંખ્યામાં લોકોએ રસીકરણ કરાવ્યું હતું.
હવે જયારે કોરોનનું સંક્રમણ દુનિયાભરમાં વધી રહ્યું છે ત્યારે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું 2022 સુધી આપવામાં આવતી કોવિડ રસીઓ કોરોનાના નવા વેરિએન્ટ સામે પણ અસરકારક રહેશે. શું નવા પ્રકારને કારણે કોરોનાની નવી લહેરની શક્યતા છે? આરોગ્ય નિષ્ણાતો માને છે કે જે લોકોએ રસીના બૂસ્ટર ડોઝ લીધા છે તેમને નવા પ્રકારથી વધુ રક્ષણ મળી શકે છે.આ બાબતે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે હાજી સુધી કોઈ સચોટ જાહેરાત કરી નથી..હકીકત એ છે કે આપણે જ આપણી સલામતી રાખવી પડશે અને કોરોનથી બચવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે.
