સમગ્ર દેશને હચમચાવી નાખનાર દુર્ઘટના અમદાવાદ ખાતે તારીખ 12 જૂન ના રોજ બનવા પામી હતી અમદાવાદથી લંડન જઈ રહેલી ‘એર ઈન્ડિયા ફ્લાઇટ જેમાં 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા.આથી હવે એર ઇન્ડિયાનું વિમાન AI-171 હવે ક્યારેય ઉડાન નહીં ભરે તેવો બહુજ મોટો નિર્ણય એર ઇન્ડિયા દ્વારા લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે જયારે કોઈપણ એરલાઈન્સ ના પ્લેનમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે તે નંબરનો ઉપયોગ બંધ કરી દેવામાં આવતો હોય છે.