

અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંત સિંઘએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. જિલ્લામાં બ્રીજ નિરીક્ષણ અને કામગીરીની માહિતી મેળવી.જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા તપાસ ટીમ દ્વારા જિલ્લામાં માર્ગ અને મકાન ( પંચાયત) અને માર્ગ અને મકાન ( સ્ટેટ) હસ્તકના માયનોર અને મેઝર બ્રીજની કરવામાં આવેલી ચકાસણી અંગે માહિતી આપી. આ સાથેજ જિલ્લાની ટીમ દ્વારા સમારકામ સૂચવવામાં આવેલા બ્રિજ અંગે પણ માહિતી આપી. જિલ્લામાં બંધ કરાયેલા બ્રિજ, ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલા બ્રિજ અને વન વે કરાયેલા બ્રિજ અંગે પણ માહિતી આપવામાં આવી. આ સાથેજ રાજ્યની તકનિકી ટીમ દેશ કરવામાં આવેલી તપાસ અંગે પણ માહિતી આપવામાં આવી.આ સાથેજ જિલ્લામાં આવેલી પાણીની ટાંકી, હોસ્પિટલ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓ, દવાખાનાઓ, સરકારી કચેરીઓ, સરકારી મકાનો સહિતની પણ ચકાસણી કરવામાં આવી રહી છે તે અંગે પણ પ્રભારી સચિવશ્રીને માહિતગાર કરવામાં આવ્યા.આજની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડાશ્રી શેફાલી બરવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી ડી. વી. મકવાણા, મોડાસા પ્રાંત અધિકારીશ્રી વિશાલ પટેલ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત, કાર્યપાલક ઈજનેર સિંચાઈ (સ્ટેટ) , કાર્યપાલક ઈજનેર સિંચાઈ ( પંચાયત), ડિઝાસ્ટર મામલતદારશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.