જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો’: રાહુલ-પ્રિયંકા ગાંધી ફરી ધરણાં પર બેઠા, કથિત વોટ ચોરી મુદ્દે ઉગ્ર વિરોધ

0
જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો’: રાહુલ-પ્રિયંકા ગાંધી ફરી ધરણાં પર બેઠા, કથિત વોટ ચોરી મુદ્દે ઉગ્ર વિરોધ
Views: 6
0 0

Read Time:3 Minute, 10 Second

નવી દિલ્હીમાં INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘લોકશાહી બચાવો’ અને ‘મારો મત બચાવો’ જેવા સૂત્રો સાથે સાંસદોએ સંસદથી ચૂંટણી પંચના મુખ્યાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિરોધ દરમિયાન દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરી હતી. જોકે, કોંગ્રેસના સાંસદોએ પોલીસની બસ રોકી દેતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બસમાંથી બહાર આવી ફરી વિરોધ સ્થળે પહોંચ્યા હતા.

રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા

પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનના પરિસરમાં પહોંચ્યા હતા. બંને નેતાઓ અન્ય વિપક્ષી સાંસદો સાથે ખુલ્લા પરિસરમાં બેસી ગયા હતા અને ચૂંટણી પંચ તથા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભા અને રાજ્યસભાના આશરે 300 સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચના અન્ય અધિકારીઓને મળવા માગે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે દેશના ચૂંટાયેલા સાંસદોને ચૂંટણી પંચ સુધી જતાં કેમ રોકવામાં આવી રહ્યા છે.

પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિ

વિરોધ માર્ચ દરમિયાન પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. બેરિકેડ લગાવીને સાંસદોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી પોલીસ બેરિકેડ પર ચઢી ગયા હતા.

પોલીસે શરૂઆતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા. તેમને બસમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ બસ રોકી દીધી હતી. ત્યારબાદ બંને નેતાઓ બસમાંથી નીચે ઉતરી ફરી વિરોધમાં જોડાયા હતા.

DMK અને AAP માર્ચથી રહ્યા દૂર

INDIA બ્લોકના આ વિરોધ પ્રદર્શનમાં બે મહત્વપૂર્ણ પક્ષો DMK અને આમ આદમી પાર્ટી સામેલ થયા નહોતા. બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને ‘વોટ ચોરી’ના આરોપોને લઈને વિરોધ ચાલુ રાખવાની રણનીતિ તૈયાર કરી હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસનો દાવો છે કે આ મુદ્દાને આગામી શિયાળુ સત્ર સુધી સતત જનતા સમક્ષ ઉઠાવવામાં આવશે અને ચૂંટણી પંચની કામગીરી સામે વિરોધ યથાવત રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *