અમદાવાદ: SG હાઇવે પર બેકાબૂ BMWએ ત્રણ વાહનોને અડફેટે લીધા, 3 લોકોને ઇજા; રોષે ભરાયેલા ટોળાએ ચાલકને માર માર્યો

0
અમદાવાદ: SG હાઇવે પર બેકાબૂ BMWએ ત્રણ વાહનોને અડફેટે લીધા, 3 લોકોને ઇજા; રોષે ભરાયેલા ટોળાએ ચાલકને માર માર્યો
Views: 6
0 0

Read Time:2 Minute, 54 Second

અમદાવાદના એસ.જી. હાઇવે પર ઇસ્કોન બ્રિજ પાસે 22 ઓક્ટોબરની સવારે બેકાબૂ ઝડપે દોડી રહેલી BMW કારે મોપેડ, રિક્ષા અને અન્ય એક કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ પર સવાર બે ભાઈઓ સહિત રિક્ષામાં બેઠેલા એક મુસાફરને ઈજા પહોંચી હતી. ઘટના બાદ સ્થળ પર એકત્ર થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ટોળાએ કારચાલકને પકડી માર માર્યો હતો.

ઇસ્કોન બ્રિજ ઉતરતાં જ મોપેડને ટક્કર

મળતી માહિતી મુજબ, 27 વર્ષીય કન્હૈયાલાલ કુમાવત પોતાના નાના ભાઈ મુકેશકુમારને મોપેડ પર બેસાડી ઘરેથી દુકાને જઈ રહ્યા હતા. ઇસ્કોન બ્રિજ ઉતરી કર્ણાવતી ચાર રસ્તા તરફ જતા તેઓ શેલ્બી હોસ્પિટલ તરફના કટ પાસે પહોંચ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી BMW કારના ચાલકે મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

ટક્કરથી બંને ભાઈઓ રસ્તા પર પટકાયા હતા. કન્હૈયાલાલને કપાળ, નાક, હાથની કોણી, ખભા, પંજા, ઘૂંટણ અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે મુકેશકુમારને પણ કોણી, પીઠ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા પહોંચી હતી.

મોપેડ બાદ રિક્ષા અને કારને પણ ટક્કર

મોપેડને ટક્કર માર્યા બાદ બેકાબૂ BMW આગળ જઈ રહેલી રિક્ષા અને અન્ય એક કાર સાથે પણ અથડાઈ હતી. આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા એક મુસાફરને પગમાં ઈજા થઈ હતી.

અકસ્મતમાં બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. રોષે ભરાયેલા લોકોએ BMW ચાલકને પકડીને માર માર્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ બંને ભાઈઓને રજા આપવામાં આવી હતી.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાણંદની બોક્સ ક્રિકેટમાં તોડફોડનો પણ આરોપ

ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર BMW ચાલક સામે થોડા દિવસો અગાઉ સાણંદ વિસ્તારમાં આવેલી એક બોક્સ ક્રિકેટમાં તોડફોડ કરી હોવાનો આરોપ પણ સામે આવ્યો હતો. હવે SG હાઇવે પર થયેલા અકસ્માતને લઈને પણ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *