અમદાવાદમાં વાયુ પ્રદૂષણ સામે તંત્રની કડક કાર્યવાહી, 19 ફેક્ટરીને ક્લોઝર નોટિસ

0
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ સામે તંત્રની કડક કાર્યવાહી, 19 ફેક્ટરીને ક્લોઝર નોટિસ
Views: 7
0 0

Read Time:4 Minute, 15 Second

દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નારોલ, વટવા, ઓઢવ, પીરાણા, ગ્યાસપુર સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવતી 19 નાની-મોટી ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ શિયાળાની શરૂઆત સાથે સાંજના સમયે શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવથી પીરાણા સુધીના પટ્ટામાં ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામની ધૂળ અને વાહનોના ધુમાડાને કારણે હવાની ગુણવત્તા બગડતી જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં અનેક એકમોમાંથી કાળા ધુમાડા નીકળતા હોવાનું તેમજ કેટલાક સ્થળોએ રસાયણોની તીવ્ર ગંધ ફેલાતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.

કેટલાક એકમો રાત્રિના સમયે પણ ચાલુ હોવાનું અને ત્યાં જૂના ટાયર, બિનઉપયોગી ઓઈલ તથા પ્લાસ્ટિકનો કચરો સળગાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. આવી પ્રવૃત્તિઓને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું હોવાની નોંધ કરવામાં આવી છે.

શહેરમાં વાયુ પ્રદૂષણ પર નજર રાખવા માટે શરૂ કરવામાં આવેલા એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટ આસપાસના બહેરામપુરા, નારોલ, ગ્યાસપુર, પીપળજ, દાણીલીમડા, વટવા GIDC અને ઓઢવ GIDC સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી.

તપાસ બાદ AMC હેલ્થ વિભાગ, GPCB અને એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલની સંયુક્ત ટીમે 19 એકમો સામે ક્લોઝર કાર્યવાહી કરી છે. સંબંધિત એકમોના વીજ જોડાણો કાપવા માટે વીજ કંપનીને પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ મ્યુનિસિપલ ઈજનેર વિભાગને પાણી અને ગટરનાં જોડાણો કાયદેસર છે કે નહીં તેની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.

કયા વિસ્તારોમાં AQI કેટલો?

શહેરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા મધ્યમ, જ્યારે અન્ય વિસ્તારોમાં સંતોષકારક નોંધાઈ છે.

મધ્યમ AQI:

  • ગ્યાસપુર – 108
  • મણીનગર – 114
  • રાયખડ – 102
  • એરપોર્ટ – 106

સંતોષકારક AQI:

  • ચાંદખેડા – 61
  • રખિયાલ – 82
  • બોપલ – 65
  • સેટેલાઈટ – 83
  • વટવા ફેઝ-4 – 93

19 એકમો સામે ક્લોઝર કાર્યવાહી

ઓઢવમાં અંબિકા પ્લાસ્ટિક, જય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને પરફેક્ટ સ્ટેપલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વટવા GIDCમાં અર્પણ એરોમેટિક્સ, એસોસિએટેડ ડાયસ્ટફ, શ્રી રામ કેમિકલ અને ઉષાંતિ કલર કેમ સામે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.

લાંભા-નારોલ વિસ્તારમાં અમીન એલોય, નવલ મેટલ ગ્રાઈન્ડીંગ, પ્રાઈમ રોલીંગ ઈન્ડ સહિતના એકમો ઉપરાંત ત્રણ ગેરકાયદે બેરલ બર્નિંગ શેડને પણ નોટિસ અપાઈ છે. નરોડા GIDCમાં MSN ઈન્ટરમીડિયેટ અને ઓડીવનડીજિક્સ, વહેલાલમાં રતન આઈએનવી સ્ટીલ તેમજ અલ-અશરા એસ્ટેટમાં અમરભાઈ, આદિલભાઈ અને ગફાર પઠાણની ફેક્ટરી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં વાયુ પ્રદૂષણ વધારતા એકમો સામે આગામી દિવસોમાં પણ તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *