અમદાવાદમાં નકલી પત્રકાર બની ખંડણી વસૂલતી ગેંગનો પર્દાફાશ, મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.5 લાખ પડાવ્યા

0
અમદાવાદમાં નકલી પત્રકાર બની ખંડણી વસૂલતી ગેંગનો પર્દાફાશ, મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.5 લાખ પડાવ્યા
Views: 5
0 0

Read Time:3 Minute, 6 Second

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝ પોર્ટલ ચલાવવાના નામે મીડિયાકર્મી તરીકે ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરી ખંડણી વસૂલતી ગેંગ સામે મહિલા ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે. શુભમ શાહ, સંકેત પ્રજાપતિ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, આશ્રમ રોડ પર આવેલી એક હોટલમાં એક મહિલાને મળવા માટે એક યુવક આવ્યો હતો. થોડા સમય બાદ અન્ય ત્રણ યુવકો પણ હોટલના રૂમમાં પહોંચ્યા હતા. તેમણે પોતાની ઓળખ મીડિયા કર્મીઓ તરીકે આપી હતી અને મહિલાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી રૂ.5 લાખની માંગણી કરી હતી.

આરોપીઓએ પોતાનું ન્યૂઝ પોર્ટલ ‘સ્ટાર ન્યૂઝ સેવન’ હોવાનું જણાવી મહિલાને બદનામ કરવાની ધમકી આપી હતી. બદનામીના ડરથી મહિલાએ તેમને રૂ.5 લાખ આપ્યા હતા. ત્યારબાદ મહિલાએ સમગ્ર મામલે મહિલા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે હોટલના CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં બંને સામે અગાઉ પણ ખંડણી અને છેડતી સહિતના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન તેમજ ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં અગાઉ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ બનાવી લોકોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગવાનો આરોપ પણ તેમની સામે છે.

આ ઉપરાંત, તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીઓએ અગાઉ બનાસકાંઠામાં એક વેપારીને પોલીસ તરીકે ઓળખ આપી બ્લેકમેલ કરીને નાણાંની માંગણી કરી હતી. આ કેસમાં બાદમાં સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રોહન વછેટા ઉર્ફે રોની નામના સાગરીતની મદદથી અન્ય લોકોને ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કર્યાની પણ માહિતી સામે આવી છે.

પાલડી વિસ્તારમાં સલૂન ચલાવતી મહિલા સંચાલકને ધમકી આપી લૂંટ કરવાના મામલે પણ પોલીસમાં અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે મહિલા ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *