વિલાયત ભૂખી પુલ પરથી અર્ટિગા કાર નીચે પટકાઈ, ચાલકનું મોત

0
વિલાયત ભૂખી પુલ પરથી અર્ટિગા કાર નીચે પટકાઈ, ચાલકનું મોત
Views: 6
0 0

Read Time:50 Second

વાગરા તાલુકાના વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઊંચાઈ પરથી અર્ટિગા કાર અચાનક નીચે પટકાતાં કારચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો તેમજ સંબંધિત તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસે ઘટનાની નોંધ લઈ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *