અમદાવાદના SG હાઈવે પર નિરમા યુનિવર્સિટી સામે આવેલી સ્કૃતિમ નામની નિર્માણાધીન બિલ્ડિંગમાં એક યુવકે 32મા માળે ક્રેન સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે. સવારે આશરે 8 વાગ્યે સ્થાનિક લોકોએ યુવકનો મૃતદેહ 32મા માળે ક્રેન સાથે લટકતો જોયો હતો અને પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઊંચાઈ પર લટકતા મૃતદેહને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.