Yes TV

News Website

PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર

PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર
Views 47

ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર કરી ગયો છે.2024માં શરુ થયેલી પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત આખા દેશમાં પહેલા સ્થાન પર છે. સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત વિવિધ શહેરો અને ગામડાઓમાં પણ રુફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં સોલાર જોડાણો પાંચ લાખ કરતા પણ વધારે છે અને તેના થકી 1879 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં ઉર્જા વિભાગ દ્વારા વીજ કંપનીઓની સહાયથી 2027 સુધીમાં 10 લાખ સોલાર જોડાણોનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે અને તેમાંથી 50 ટકા લક્ષ્ય પૂરુ થયું છે. રૂફ ટોપ સોલાર માટે સરકાર દ્વારા લોકોને અત્યાર સુધી 3778 કરોડ રુપિયાની સબસિડી આપવામાં આવી છે.

સાથે સાથે હવે રુફટોપ સોલાર ઈન્સ્ટોન્શન માટે 6 કિલોવોટ સુધીની સોલાર રુફટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ તરીકે 2950 રૂપિયાની સહાય આપવાનું શરુ કરાયું છે અને નેટવર્ક સ્ટ્રેન્ધનિંગ ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે, નેટ મીટરિંગ એગ્રિમેન્ટ કરવાની જરુરિયાતમાંથી પણ મુક્તિ અપાઈ છે.ગુજરાતમાં સોલાર જોડાણો સૌથી વધારે હોવા પાછળનું એક કારણ એ પણ છે કે, સોલાર સિસ્ટમ લગાવવા માટે વીજલોડની મર્યાદા રાખવામાં આવી નથી અને વધારાની વીજળી વેચાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.ઉપરાંત બેન્કિંગ ચાર્જ પણ લાગુ પડતો નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *