હિમાચલ પ્રદેશના ચંબામાં બસ ખીણમાં ખાબકી, 8નાં મોત; અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

0
હિમાચલ પ્રદેશના ચંબામાં બસ ખીણમાં ખાબકી, 8નાં મોત; અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Views: 3
0 0

Read Time:1 Minute, 26 Second

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે તીસા-બૈરાગઢ રોડ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બૈરાગઢથી ચંબા જઈ રહેલી બસ ચાબુજ વળાંક પાસે પહોંચી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી નીચે ખીણમાં પડી હતી. અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સમયે બસમાં આશરે 20થી 25 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચંબાના પોલીસ અધિક્ષક (SP) વિજય સકલાનીએ અકસ્માતમાં 8 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતનું કારણ સ્પષ્ટ થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *