ડૉ. શશી થરૂરના હસ્તે ‘ધ મધર ઓફ મેનકાઈન્ડ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પ્રખ્યાત લેખક અને સાંસદ ડૉ. શશી થરૂર તથા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે સ્વ. ખેતદાનજી પ્રતાપસિંહજી ગઢવી દ્વારા લખાયેલું પુસ્તક “The Mother of Mankind: A Treatise on Hindu Life and Living” (ધ મધર ઓફ મેનકાઈન્ડ)નું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પુસ્તકના પ્રકાશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર તથા લેખકના પરિવારજન પ્રિયવ્રત ગઢવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લેખકના અવસાનના 50 વર્ષ બાદ તેમના તબીબ પુત્ર ડૉ. સી.કે. ગઢવી દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. પિતાની સ્મૃતિમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક એક અનમોલ ભેટ સમાન છે.
મુખ્ય અતિથિ ડૉ. શશી થરૂરે પુસ્તકની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આ કૃતિ વૈદિક સભ્યતાને એક અનોખી અને ભાવસભર અંજલિ અર્પે છે. કાર્યક્રમ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.