સિક્યોરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ આચર્યું, પોલીસ સાથે ઝપાઝપીમાં પગમાં ગોળી વાગી; એજન્સીનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી

0
સિક્યોરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ આચર્યું, પોલીસ સાથે ઝપાઝપીમાં પગમાં ગોળી વાગી; એજન્સીનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી
Views: 11
0 0

Read Time:1 Minute, 27 Second

અમદાવાદના જોધપુર ગામમાં ફ્લેટના ધાબા પર 23 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં ઝડપાયેલા સિક્યોરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડ સામે બોડકદેવ પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. આરોપીને પંચનામા માટે હેબતપુર લઈ જવાયો હતો ત્યારે તેણે પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ પિસ્ટલ ઝુંટવવાનો પ્રયાસ કરતાં ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન ગોળી છૂટતાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા, જ્યારે આરોપીના પગના પંજામાં પણ ગોળી વાગી હતી.

ઘટના બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપીએ માફી માગી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, આરોપી જે એ-વન સિક્યોરિટી એજન્સીમાં નોકરી કરતો હતો, તેના સંચાલકોએ નિયમોનું પાલન ન કર્યું હોવાના આક્ષેપોને પગલે તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એજન્સી સામે ગુનો નોંધવા ઉપરાંત તેનું લાઇસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *