અમદાવાદમાં સાયબર ફ્રોડના 11 ભોગ બનનારને રૂ.2.60 કરોડ પરત કરાયા

0
અમદાવાદમાં સાયબર ફ્રોડના 11 ભોગ બનનારને રૂ.2.60 કરોડ પરત કરાયા
Views: 9
0 0

Read Time:2 Minute, 23 Second

અમદાવાદ: શહેરમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા 11 ફરિયાદીઓને પોલીસ દ્વારા કુલ રૂ.2.60 કરોડની રકમ પરત કરવામાં આવી છે. “તેરા તુજકો અર્પણ” પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઇમ સેલની ઝડપી કાર્યવાહીના પગલે વિવિધ બેંક ખાતામાં ફ્રીઝ કરાયેલી રકમ ફરિયાદીઓને પરત અપાઈ હતી.

છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદના 11 લોકોએ સાયબર ફ્રોડમાં નાણાં ગુમાવ્યા હોવાની ફરિયાદો નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓના વિવિધ બેંક ખાતામાં નાણાં ફ્રીઝ કરાવ્યા હતા. ત્યારબાદ બુધવારે પોલીસ કમિશનર અનુપમસિંહ દ્વારા ફરિયાદીઓને રૂ.2.60 કરોડની રકમ પરત કરવામાં આવી હતી. રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ આપવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઇમના અધિકારીઓએ લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે સતર્ક રહેવાની અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો શક્ય તેટલી ઝડપથી, ખાસ કરીને એક કલાકની અંદર, 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવી જોઈએ. તાત્કાલિક જાણ કરવાથી છેતરપિંડીની રકમ ફ્રીઝ કરાવી પરત મેળવવાની શક્યતા વધી જાય છે.

પોલીસે લોકોને RTO, બેંક અથવા અન્ય સરકારી વિભાગના નામે મોકલવામાં આવતી શંકાસ્પદ APK ફાઇલો ડાઉનલોડ ન કરવા તેમજ SMS અને WhatsApp પર મળતી અજાણી લિંક્સ પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપતી છેતરપિંડીથી પણ સાવચેત રહેવા જણાવાયું છે.

આ ઉપરાંત ડિજિટલ અરેસ્ટ, ન્યૂડ વીડિયો કોલ બાદ સેક્સટોર્શન તેમજ WhatsApp કે ઈમેલ મારફતે મોકલવામાં આવતી શંકાસ્પદ ZIP ફાઇલો જેવી સાયબર છેતરપિંડીથી પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *