અમદાવાદમાં નકલી દારૂનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ

0
અમદાવાદમાં નકલી દારૂનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ
Views: 4
0 0

Read Time:2 Minute, 45 Second

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદમાં પણ નકલી દારૂના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે. નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર મિક્સ કરીને તેને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી વેચવામાં આવતો હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીથી નિકોલ પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજાની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર દિનેશ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, 20 ઓગસ્ટ 2026ની રાત્રે નિકોલ સ્થિત અટલ આવાસ યોજના પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન સ્કૂટર સાથે શંકાસ્પદ રીતે ઉભેલા સુનિલ માખીજાને અટકાવી તપાસ કરવામાં આવી હતી. સ્કૂટરની ડિક્કીમાંથી મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ મળી આવતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

આરોપીની પૂછપરછ બાદ પોલીસે કુબેરનગરમાં તેના સાથીદાર દિનેશના ઘરે પણ તપાસ હાથ ધરી હતી. ત્યાંથી વિવિધ ફ્લેવર અને કેમિકલ ભરેલી ધાતુની ચાર તથા પ્લાસ્ટિકની ચાર નાની બોટલો તેમજ આધારકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 6,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હોવાની શંકા છે. તેઓ ચામુંડા બ્રિજ નીચે આવેલી ભંગારની દુકાનમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણાં અને લેબલ મેળવતા હતા. ત્યારબાદ તેમાં સસ્તો વિદેશી દારૂ, પાણી, ચોકલેટ અથવા અન્ય ફ્લેવર અને કેમિકલનું મિશ્રણ કરી નકલી સીલ લગાવી તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવામાં આવતો હતો.

હાલ નિકોલ પોલીસે સુનિલ માખીજાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપી દિનેશને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *