વડોદરાના જેતલપુર રોડ પર કિડની હોસ્પિટલ નજીક આજે સવારે એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારના બોનેટમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
લોકોએ શરૂઆતમાં પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ વધુ પ્રસરી જતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આગનો મોટાભાગનો હિસ્સો કાબૂમાં આવી ગયો હતો. જેના કારણે કારનો પાછળનો ભાગ બચી ગયો હતો. સદનસીબે, આગ લાગી ત્યારે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.