રાહુલ ગાંધીની SIR અરજીમાં SC રજિસ્ટ્રીએ દર્શાવી 14 ખામીઓ, ₹220 કોર્ટ ફી પણ ઓછી ભરાઈ

0
રાહુલ ગાંધીની SIR અરજીમાં SC રજિસ્ટ્રીએ દર્શાવી 14 ખામીઓ, ₹220 કોર્ટ ફી પણ ઓછી ભરાઈ
Views: 11
0 0

Read Time:4 Minute, 57 Second

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતાઓ દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજિસ્ટ્રીએ 14 ખામીઓ દર્શાવી છે. આ અરજીને હજુ સુધી સુનાવણી માટે મંજૂરી મળી નથી.

વકીલાતનામા અને દસ્તાવેજો અંગે વાંધા

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કેટલાક અરજદારોના વકીલાતનામા ગાયબ હોવા અથવા તેના પર સહી ન હોવા અંગે વાંધો નોંધાવ્યો છે. ઉપરાંત, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઓળખપત્રની સ્પષ્ટ નકલ રજૂ કરવા જણાવાયું છે. અરજી સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજોની નકલો અસ્પષ્ટ હોવાનું પણ નોંધાયું છે.

સૌગત રોય, અખિલેશ યાદવ, તેજસ્વી પ્રસાદ યાદવ, સંજય રાઉત, એમ.એ. બેબી, ડી. રાજા, મહુઆ માઝી, સુપ્રિયા સુલે અને ઈ.ટી. મોહમ્મદ બશીરના વકીલાતનામા અંગે પણ રજિસ્ટ્રીએ વાંધા ઉઠાવ્યા છે. સાથે જ ₹220ની કોર્ટ ફી ઓછી ભરાઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચના દસ્તાવેજો રજૂ કરવા સૂચના

રજિસ્ટ્રીએ 24 જૂન, 2025ના રોજ ચૂંટણી પંચ દ્વારા SIR શરૂ કરવાનો લેવામાં આવેલ નિર્ણયની સ્પષ્ટ નકલ સહિત મતદારોનાં નામ કમી કરવા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે. પેન ડ્રાઇવમાં ડિજિટલ દસ્તાવેજો રજૂ કરવા અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.

અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને વ્યક્તિગત રીતે પ્રતિવાદી બનાવવાનું કારણ પણ સ્પષ્ટ કરવા જણાવાયું છે. જોકે, રજિસ્ટ્રી દ્વારા દર્શાવવામાં આવેલી આ ખામીઓ અરજીની પ્રક્રિયાત્મક બાબતો છે અને તેને અરજીના મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનવામાં આવતો નથી.

INDIA ગઠબંધનની શું છે માગ?

રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ મતદાર યાદીમાં નામ કમી કરવા અને ફેરફાર કરવાની પ્રક્રિયાની તપાસ માટે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર સમિતિ રચવાની માગ કરી છે. આ સમિતિમાં ટેકનિકલ નિષ્ણાતો અને અન્ય નિષ્ણાત નાગરિકોને સામેલ કરવાની માગ છે.

અરજદારોની માગ છે કે SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવે. કોઈ મતદારનું નામ મતદાર યાદીમાંથી દૂર કરતાં પહેલાં તેને નોટિસ આપી પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવે.

પંજાબમાં 20.66 લાખ નામ ઘટ્યાનો દાવો

અરજીમાં પંજાબની મતદાર યાદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારોના જણાવ્યા મુજબ, જૂન 2026માં આશરે 2.14 કરોડ મતદારો હતા, જ્યારે 13 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર થયેલી મુસદ્દા મતદાર યાદીમાં લગભગ 20.66 લાખ નામ ઓછા હોવાનું જણાવાયું છે.

અરજીમાં SIR સાથે જોડાયેલી ચૂંટણી પંચની ફાઇલો, બેઠકની નોંધ, આંતરિક દસ્તાવેજો તેમજ ECINET અને ERONET સિસ્ટમના ઍક્સેસ લોગ્સ રજૂ કરવાની પણ માગ કરવામાં આવી છે.

CJI સાથે મુલાકાત ન મળ્યા બાદ અરજી

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર સહિતના મુદ્દાઓ અંગે આવેદનપત્ર રજૂ કરવા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સાથે મુલાકાતની માગ કરી હતી. જોકે, આ માગ સ્વીકારવામાં આવી નહોતી.

મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહેલેથી વિચારાધીન મુદ્દાઓ અંગે આવી મુલાકાત ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેના સત્તા વિભાજન તથા ન્યાયિક ઔચિત્યના સિદ્ધાંતો સાથે અસંગત બની શકે છે. સાથે જ કાયદા મુજબ અરજી દાખલ કરવામાં આવે તો તેની વહેલી તકે સુનાવણી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *