અમદાવાદમાં કેનેડા PRના નામે યુવક સાથે 16.77 લાખની છેતરપિંડી, રિફંડના ચેક પણ બાઉન્સ

0
અમદાવાદમાં કેનેડા PRના નામે યુવક સાથે 16.77 લાખની છેતરપિંડી, રિફંડના ચેક પણ બાઉન્સ
Views: 8
0 0

Read Time:3 Minute, 7 Second

અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં કેનેડાના PR વિઝા અપાવવાના નામે 33 વર્ષીય યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પ્રણીલ એજ્યુકેશન સર્વિસ એલએલપીના ડાયરેક્ટર અરવિંદ તિવારી સામે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વિઝાની પ્રક્રિયાના નામે યુવક પાસેથી અલગ-અલગ રીતે કુલ 16.77 લાખ રૂપિયા લીધા હતા. જોકે, વિઝાનું કામ ન થતાં પૈસા પરત આપવા માટે આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થયા હતા.

વિઝાની પ્રક્રિયાના નામે 16.77 લાખ લીધા

ફરિયાદ મુજબ, ન્યૂ રાણીપમાં રહેતા 33 વર્ષીય આનંદ પ્રવિણ પટેલે જુલાઈ 2024માં કેનેડાના PR વિઝા માટે અરવિંદ તિવારીનો સંપર્ક કર્યો હતો. તિવારીએ રજીસ્ટ્રેશન અને એન્ડોર્સમેન્ટ સહિતની પ્રક્રિયા કરાવવાના બહાને આનંદ પટેલ પાસેથી ચેક, Google Pay અને રોકડ મારફતે અલગ-અલગ સમયે કુલ 16,77,000 રૂપિયા મેળવ્યા હતા.

સમય પસાર થવા છતાં વિઝાની પ્રક્રિયા પૂર્ણ ન થતાં બંને વચ્ચે નોટરાઇઝ્ડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જાન્યુઆરી 2026 સુધીમાં વિઝાનું કામ પૂર્ણ ન થાય તો અરવિંદ તિવારીએ ફરિયાદીના સમગ્ર પૈસા પરત આપવાના રહેશે.

પૈસા પરત આપવાના બદલે આપ્યા ચેક

જાન્યુઆરી 2026 સુધીમાં પણ વિઝાનું કામ પૂર્ણ ન થતાં આનંદ પટેલે પોતાના પૈસા પરત માંગ્યા હતા. ત્યારબાદ માર્ચ 2026માં અરવિંદ તિવારીએ તેમને 1.50 લાખ, 3.50 લાખ અને 5 લાખ રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા.

ફરિયાદી દ્વારા આમાંથી 1.50 લાખનો ચેક એપ્રિલમાં અને 5 લાખનો ચેક મે 2026માં બેંકમાં જમા કરાવવામાં આવ્યો હતો. જોકે, બંને ચેક અપૂરતું બેલેન્સ હોવાના કારણે બાઉન્સ થયા હતા.

ફોન ઉપાડવાનું અને ઓફિસે મળવાનું પણ બંધ કર્યું

ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદીએ અરવિંદ તિવારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને ઓફિસે પણ મળ્યા ન હતા. આખરે આનંદ પટેલે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સમગ્ર મામલે ફરિયાદના આધારે 16.77 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના આરોપ અંગે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *