અમદાવાદના નવરંગપુરામાં 14.79 લાખની ઘરફોડ ચોરી, દશેરા ઉજવવા ગયેલા પરિવારના ઘરને તસ્કરોએ બનાવ્યું નિશાન

0
અમદાવાદના નવરંગપુરામાં 14.79 લાખની ઘરફોડ ચોરી, દશેરા ઉજવવા ગયેલા પરિવારના ઘરને તસ્કરોએ બનાવ્યું નિશાન
Views: 9
0 0

Read Time:2 Minute, 13 Second

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જોગર્સ પાર્ક સામે આવેલા કર્તવ્ય ફ્લેટમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હતી. દશેરાના તહેવાર નિમિત્તે પરિવારના સભ્યો સેટેલાઇટ ખાતે સગાના ઘરે ગયા હતા, તે દરમિયાન તસ્કરોએ મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 14.79 લાખની મતા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

નવરંગપુરાના કર્તવ્ય ફ્લેટમાં રહેતા 56 વર્ષીય મમતાબેન શેઠ 20 ઓક્ટોબરના રોજ દશેરાના ધાર્મિક પ્રસંગ માટે સેટેલાઇટ ખાતે તેમના ભાઈના ઘરે ગયા હતા. સવારે ઘર લોક કરીને ગયા બાદ સાંજે તેમની બંને દીકરીઓ ઘરે પરત ફરતાં મુખ્ય દરવાજો અડધો ખુલ્લો જોવા મળ્યો હતો. દરવાજાનું નકુચું અને તાળું તૂટેલી હાલતમાં હોવાથી તેમણે પરિવારને જાણ કરી હતી.

મમતાબેન પરિવાર સાથે ઘરે પહોંચ્યા બાદ તપાસ કરતાં બંને બેડરૂમની તિજોરીઓના લોક પણ તૂટેલા જોવા મળ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર પડેલો હતો. તપાસ દરમિયાન તિજોરીમાંથી સોનાની લગડીઓ, કડા, બંગડીઓ, બ્રેસલેટ, બુટ્ટી, પેન્ડલ, ચેઇન, વીંટીઓ સહિતના કિંમતી દાગીના તેમજ આશરે 1 કિલોગ્રામ ચાંદીના દાગીના અને રૂ. 20 હજાર રોકડ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ચોરી થયેલી કુલ મતા અંદાજે રૂ. 14.79 લાખની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *