નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો અકસ્માત, મોપેડ સવાર દંપતીને મારી ટક્કર; કારમાંથી દારૂની બોટલો મળી

0
નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો અકસ્માત, મોપેડ સવાર દંપતીને મારી ટક્કર; કારમાંથી દારૂની બોટલો મળી
Views: 8
0 0

Read Time:2 Minute, 53 Second

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકોએ અકસ્માત સર્જતાં ભારે હોબાળો મચ્યો હતો. બુધવારે પૂરપાટ ઝડપે આવતી કારે મોપેડ પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બંને શખ્સોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.

અકસ્માત બાદ સ્થાનિકોએ બંને શખ્સોને પકડ્યા

મળતી માહિતી મુજબ, 11 નવેમ્બરના રોજ નાના ચિલોડા વિસ્તારમાં બે શખ્સો કારમાં સવાર થઈને નશાની હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા. આ દરમિયાન કારચાલકે મોપેડ પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પરને નુકસાન થયું હતું.

અકસ્મત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કારની તપાસ કરતાં અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. બંને શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ બંનેને પકડીને પોલીસને સોંપ્યા હતા.

રાજકોટના બંને શખ્સો સામે પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને શખ્સોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બંને રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને નશાની હાલતમાં હતા. સમગ્ર મામલે અકસ્માત અને દારૂબંધીના ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભાટ-મોટેરા રોડ પર સગીરે કારથી ટ્રેક્ટરને મારી ટક્કર

અમદાવાદમાં અન્ય એક અકસ્માતની ઘટનામાં ભાટ-મોટેરા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કાર AMCના ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ સમયે ટ્રેક્ટર દ્વારા રસ્તા પર ડિવાઇડર પાસે વૃક્ષોની છટણીની કામગીરી કરવામાં આવી રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો.

આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે કાર એક સગીર ચલાવી રહ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સગીરોને વાહન ચલાવવા આપવાના જોખમ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed