Yes TV

News Website

IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો?

IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો?
Views 9

આઈપીએલ-2026 માટેનું મિની ઓક્શન મંગળવારે અબુ ધાબીના એતિહાદ એરીનામાં સંપન્ન થયું છે. ઓક્શમાં કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી, જેમાંથી 77 ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓએ ખરીદ્યા છે. આ ઓક્શમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.કેમરન ગ્રીન સૌથી મોંઘો ખેલાડીઆ હરાજીના સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન રહ્યો છે, તેને ત્રણ વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 25.20 કરોડ રૂપિયાની જંગી રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગ્રીન હવે IPL ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયો છે. KKRએ શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને પણ 18 કરોડની મોટી કિંમતે ખરીદ્યો છે.

ભારતીય અનકેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર 14.20 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બનાવ્યા છે. ટોપ-10 સૌથી મોંઘા ખેલાડીઓમાં પાંચ વિદેશી ખેલાડીઓ અને પાંચ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આઈપીએલ 2026ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથેની જોરદાર બિડિંગ સ્પર્ધા બાદ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને ₹7 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. ક્રિકેટના સૌથી સફળ ઓલરાઉન્ડરો પૈકીના એક એવા જેસન હોલ્ડરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિદી ખબ જ પ્રભાવશાળી છે. ઓગસ્ટ 2025માં તેણે ડ્વેન બ્રાવોનો 78 વિકેટનો રેકોર્ડ તોડીને વેસ્ટ ઈન્ડીઝ માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેણે આ સિદ્ધિ બ્રાવો કરતાં ઓછી મેચોમાં હાંસલ કરી હતી. હોલ્ડર એવા બોલરોની એલિટ ક્લબનો પણ ભાગ છે, જેણે T20I મેચમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હોય. તેણે 2022માં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં રાશિદ ખાન, લસિથ મલિંગા અને કર્ટિસ કેમ્ફરનો સમાવેશ થાય છે.

KKRએ કેમરન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોય પણ તેને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે બાકીના 7.20 કરોડ રૂપિયા BCCIના વેલ્ફેર ફંડ જમા કરાવવામાં આવશે. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તો અત્યાર સુધીના IPL ઓક્શનમાં ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *