ડોમ માટે બમણાં પૈસા ચૂકવનાર ખેલૈયાઓમાં રોષ: કીર્તિદાનના ગરબાની ટિકિટ અડધી થતાં રીફંડની માંગ

0
ડોમ માટે બમણાં પૈસા ચૂકવનાર ખેલૈયાઓમાં રોષ: કીર્તિદાનના ગરબાની ટિકિટ અડધી થતાં રીફંડની માંગ
Views: 9
0 0

Read Time:3 Minute, 5 Second

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કીર્તિદાન ગઢવીના ‘પરંપરા ગરબા’ના AC ડોમને નુકસાન થતાં વિવાદ સર્જાયો છે. ડોમમાં ગરબા રમવા માટે ખેલૈયાઓએ એડવાન્સમાં ₹2,000 સુધીની ટિકિટ ખરીદી હતી. જોકે, ડોમ તૂટી પડતાં હવે ગરબા ખુલ્લા મેદાનમાં યોજવાની જાહેરાત સાથે ટિકિટના ભાવ અડધા કરવામાં આવ્યા છે. જેના કારણે અગાઉથી ટિકિટ ખરીદનારા ખેલૈયાઓએ રીફંડની માંગ કરી છે.

ટિકિટના ભાવ ઘટતાં ખેલૈયાઓએ રીફંડ માગ્યું

કીર્તિદાન ગઢવીના ગરબા માટે AC ડોમને ધ્યાનમાં રાખીને ઓનલાઈન પ્લેટફોર્મ પર ₹999, ₹1,399 અને ₹2,499 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેલૈયાઓએ એડવાન્સમાં ટિકિટ ખરીદી હતી.

નવરાત્રિના બે દિવસ પહેલાં AC ડોમ ધરાશાયી થતાં પ્રથમ નોરતે ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. ત્યારબાદ બીજા નોરતેથી ગરબા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. સાથે જ ગરબા હવે ખુલ્લા મેદાનમાં યોજાશે હોવાથી ટિકિટના ભાવ અડધા કરવાની જાહેરાત કરાઈ હતી.

રીફંડ ન મળતાં થયો હોબાળો

ટિકિટના ભાવ ઘટતાં અગાઉથી વધુ રકમ ચૂકવનારા ખેલૈયાઓએ વધારાની રકમ પરત આપવાની માંગ કરી હતી. જોકે, ઓનલાઈન ટિકિટ ખરીદનારા કેટલાક લોકોને રીફંડ આપવાનો ઇનકાર કરવામાં આવતા સ્થળ પર હોબાળો થયો હતો.

બાદમાં કેટલાક ખેલૈયાઓને રીફંડ આપવાની ખાતરી આપી મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટના ભાવ ઘટાડવામાં આવ્યા ન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યાં હજુ પણ ₹999, ₹1,399 અને ₹2,499ના ભાવ દર્શાવાતા ખેલૈયાઓએ આયોજકો પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

ક્ષમતા કરતાં વધુ ટિકિટ વેચવાના પણ આક્ષેપ

નવરાત્રિ દરમિયાન કેટલાક ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં વધુ ટિકિટ વેચવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. નિયમ મુજબ ગ્રાઉન્ડની નક્કી કરેલી ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપવો જોખમી બની શકે છે.

વધુ લોકો એકઠા થતાં ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલી પડે છે અને ભીડ વધવાથી ભાગદોડ જેવી ગંભીર ઘટના સર્જાવાની પણ શક્યતા રહે છે. આ દરમિયાન શહેરના કેટલાક ગરબા ગ્રાઉન્ડ પર ક્ષમતા કરતાં વધુ લોકોની હાજરીને કારણે હોબાળો થયો હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *