અમદાવાદમાં ₹250 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ, ‘આમ જનમત પાર્ટી’ સહિત 7 સામે ફરિયાદ

0
અમદાવાદમાં ₹250 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ, ‘આમ જનમત પાર્ટી’ સહિત 7 સામે ફરિયાદ
Views: 11
0 0

Read Time:3 Minute, 18 Second

અમદાવાદમાં ‘આમ જનમત પાર્ટી’ના નામે ચાલી રહેલા કથિત બોગસ ડોનેશન અને ટેક્સ ચોરીના મોટા કૌભાંડનો ઈન્કમ ટેક્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. તપાસમાં આશરે ₹250 કરોડની સરકારી આવકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ છે. સમગ્ર મામલે પાર્ટીના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

કાગળ પર પાર્ટી બનાવી ડોનેશનનો ખેલ

ઈન્કમ ટેક્સ વિભાગની તપાસ મુજબ, ‘આમ જનમત પાર્ટી’ના નામે કથિત રીતે ખોટા હિસાબો અને ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ માધ્યમથી ડોનેશન મેળવ્યું હતું. આ ડોનેશનના આધારે દાતાઓને ઈન્કમ ટેક્સમાં 100 ટકા સુધીની કપાતનો લાભ મળતો હતો.

ત્યારબાદ ડોનેશનની રકમમાંથી ખોટા ચૂંટણી પ્રચાર, રેલી અને જાહેરાતના ખર્ચ દર્શાવી વિવિધ કંપનીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનો તપાસમાં દાવો કરવામાં આવ્યો છે.

કમિશન કાપી રોકડ પરત આપવાનો આરોપ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ડોનેશનની રકમ બોગસ કંપનીઓ અને આંગડિયા મારફતે રોકડમાં ફેરવવામાં આવતી હતી. ત્યારબાદ નક્કી કરાયેલું કમિશન કાપીને બાકીની રકમ મૂળ દાતાઓને રોકડમાં પરત કરવામાં આવતી હોવાનો આરોપ છે.

બે વર્ષમાં ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો

ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ, વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન પાર્ટીના બેંક ખાતાઓમાં કુલ ₹843,97,43,793થી વધુના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આ વ્યવહારોની તપાસ દરમિયાન કથિત રીતે ખોટા દસ્તાવેજો, બોગસ ખર્ચ અને નાણાંના પરિભ્રમણની વિગતો સામે આવી હતી.

વિભાગનો દાવો છે કે સમગ્ર વ્યવસ્થાના કારણે સરકારી તિજોરીને આશરે ₹250 કરોડનું નુકસાન થયું હતું.

7 લોકો સામે ફરિયાદ

આ મામલે આમ જનમત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ અને આકાશ સોની સહિત સંડોવાયેલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

ઈન્કમ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ હવે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવેલા નાણાકીય વ્યવહારો અને કથિત બોગસ દસ્તાવેજોની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *