સોનિયા ગાંધીનું Instagram પર ડેબ્યૂ, પુસ્તક ‘Belonging’ની પહેલી ઝલક કરી શેર

0
સોનિયા ગાંધીનું Instagram પર ડેબ્યૂ, પુસ્તક ‘Belonging’ની પહેલી ઝલક કરી શેર
Views: 13
0 0

Read Time:3 Minute, 24 Second

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ Instagram પર ડેબ્યૂ કર્યું છે. તેમણે પોતાના આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોનિયા ગાંધીએ પુસ્તકનાં પાનાં ફેરવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ દરમિયાન પુત્રી પ્રિયંકા ગાંધીની તસવીરો ધરાવતું પાનું સામે આવતાં તેમણે હસતાં કહ્યું, “Lots of pictures, Priyanka.”

સોનિયા ગાંધીએ પોસ્ટમાં લખ્યું કે, ‘Belonging: A Journey of Love’ તેમની પ્રેમ, જવાબદારી, વિયોગની પીડા અને પોતાની જગ્યા શોધવાની સફરની કહાણી છે. તેમણે આ પુસ્તક વાચકો સાથે શેર કરવાની આતુરતા પણ વ્યક્ત કરી છે.

પ્રકાશક તરફથી મળેલી પુસ્તકની ત્રણ નકલો

વીડિયોમાં પુસ્તકના પ્રકાશક HarperCollins તરફથી સોનિયા ગાંધીને પુસ્તકની ત્રણ નકલો આપવામાં આવતી જોવા મળે છે. પ્રકાશક દ્વારા તેમને પુસ્તક માટે અભિનંદન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સોનિયા ગાંધીએ પુસ્તકનાં પાનાં ફેરવી તેમાં રહેલી તસવીરો અને યાદોને નિહાળી હતી.

પુસ્તકની પહેલી ઝલકમાં સોનિયા ગાંધીના જીવન અને પરિવાર સાથે જોડાયેલી અનેક યાદોની તસવીરો જોવા મળે છે. ખાસ કરીને પ્રિયંકા ગાંધીની તસવીરો જોઈને સોનિયા ગાંધીની પ્રતિક્રિયા વીડિયોની ખાસ ક્ષણ બની હતી.

18 વર્ષની ઉંમરે રાજીવ ગાંધી સાથે મુલાકાત

પુસ્તકના અગાઉ જાહેર થયેલા ટીઝરમાં સોનિયા ગાંધીના જીવન અને ગાંધી પરિવાર સાથે જોડાયેલી સફરની ઝલક આપવામાં આવી હતી. ટીઝર મુજબ, સોનિયા મૈનો 18 વર્ષની ઉંમરે કેમ્બ્રિજમાં રાજીવ ગાંધીને મળ્યાં હતાં. ત્રણ વર્ષ બાદ 21 વર્ષની ઉંમરે તેઓ રાજીવ ગાંધી સાથે લગ્ન કરવા ભારત આવ્યાં હતાં.

લગ્ન બાદ તેમણે ગાંધી પરિવારને માત્ર લગ્નજીવનનો હિસ્સો તરીકે નહીં, પરંતુ પોતાના પરિવાર તરીકે સ્વીકાર્યો. તેમણે પરિવાર વસાવ્યો અને બે બાળકોનો ઉછેર કર્યો. સમય જતાં ભારત તેમનું ઘર બની ગયું.

પ્રેમથી શરૂ થયેલી સફર જવાબદારી સુધી પહોંચી

‘Belonging: A Journey of Love’માં સોનિયા ગાંધીના અંગત જીવન, પરિવાર, સંબંધો અને જવાબદારીઓ સાથે જોડાયેલી સફરને રજૂ કરવામાં આવી છે. ટીઝરમાં તેમના જીવનમાં આવેલા વ્યક્તિગત દુઃખ અને અણધારી જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રેમથી શરૂ થયેલી આ સફર કેવી રીતે પરિવાર અને ત્યારબાદ દેશ સાથેના ઊંડા જોડાણમાં પરિવર્તિત થઈ, તેની વાત પુસ્તકમાં કરવામાં આવી છે. Instagram પર પુસ્તકની પહેલી ઝલક શેર કરીને સોનિયા ગાંધીએ વાચકોને પોતાના જીવનની આ અંગત સફરની એક નાની ઝાંખી આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *