ઇસ્કોન બ્રિજ પર વહેલી સવારે અકસ્માત, પૂરઝડપે આવતી કાર ડાયવર્ઝનના પતરા સાથે અથડાઈ

0
ઇસ્કોન બ્રિજ પર વહેલી સવારે અકસ્માત, પૂરઝડપે આવતી કાર ડાયવર્ઝનના પતરા સાથે અથડાઈ
Views: 4
0 0

Read Time:2 Minute, 4 Second

અમદાવાદ: શહેરના એસ.જી. હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર મંગળવારે વહેલી સવારે 3:30 વાગ્યે કાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરથી અમદાવાદ તરફ આવી રહેલી 20 વર્ષીય યુવકની કાર પૂરઝડપે હંકારતા બેકાબૂ બની ડાયવર્ઝન માટે મૂકવામાં આવેલા લોખંડના પતરા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું, જોકે સદનસીબે કારચાલક સહિત કોઈને ઈજા થઈ નહોતી.

મળતી માહિતી મુજબ, ઇસ્કોન બ્રિજ પર વાઇડ એન્ગલ સામે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાં કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી અને કારચાલક હેત પરીખ પણ સ્થળ પર હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ગાંધીનગરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પૂરઝડપે કાર ચલાવતી વખતે બેલેન્સ ગુમાવતા કાર ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ હતી.

અકસમાતના પગલે કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી તેમજ બંને બાજુના બોડીના ભાગને મોટું નુકસાન થયું હતું. જોકે, અકસ્માતમાં હેત પરીખ કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નહોતી. જાહેર માર્ગ પર ગફલતભરી અને પૂરઝડપે ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જવા બદલ પોલીસે હેત પરીખ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજથી કર્ણાવતી ક્લબ તરફ જતા માર્ગને બીજા બ્રિજ સાથે જોડવાના કામને કારણે વાઇડ એન્ગલ સામેના રેમ્પ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ રેમ્પ બે દિવસ અગાઉ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *