ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સની લાલચ આપી દંપતી સાથે રૂ. 1.89 લાખની સાયબર છેતરપિંડી

0
ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સની લાલચ આપી દંપતી સાથે રૂ. 1.89 લાખની સાયબર છેતરપિંડી
Views: 11
0 0

Read Time:3 Minute, 5 Second

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ રોકડમાં રિડીમ કરાવવાની લાલચ આપી દંપતી સાથે સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. સાયબર ગઠિયાઓએ બેંક કર્મચારી તરીકે ઓળખ આપી દંપતીના મોબાઈલ પર નકલી APK ફાઈલ મોકલી હતી. ફાઈલ ડાઉનલોડ કરતાં મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ દંપતીના બે ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 1.89 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બેંક કર્મચારી બની ગઠિયાએ કર્યો ફોન

અમરાઈવાડીના જયયોગેશ્વર રો-હાઉસમાં રહેતા તુષારકુમાર પટેલને 7 સપ્ટેમ્બરે સાંજે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એક્સિસ બેંકમાંથી કરણભાઈ બોલતો હોવાનું જણાવી તુષારભાઈના ક્રેડિટ કાર્ડમાં 12,598 રિવોર્ડ પોઈન્ટ્સ જમા હોવાનું કહ્યું હતું. આ પોઈન્ટ્સના બદલામાં રૂ. 9,500 રોકડા મળી શકે તેમ હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા.

APK ફાઈલ ઇન્સ્ટોલ કરતાં જ મોબાઈલ હેક

રિવોર્ડ પોઈન્ટ્સ રિડીમ કરવાના બહાને ઠગે તુષારભાઈના વોટ્સએપ પર લિંક મોકલી હતી અને બેંકની એપ્લિકેશન હોવાનું કહી APK ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. તુષારભાઈએ ફાઈલ ઇન્સ્ટોલ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો.

વાતચીત દરમિયાન જ તેમની પત્નીના એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 80 હજાર અને રૂ. 60 હજાર મળી કુલ રૂ. 1.40 લાખ ડેબિટ થયા હતા. પૈસા કપાયા અંગે પૂછતાં ગઠિયાએ થોડા સમયમાં રકમ પરત આવી જશે તેમ કહી તેમને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા.

SBI ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂ. 49,998 ઉપાડી લીધા

આ દરમિયાન તુષારભાઈના SBI ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂ. 49,998 ડેબિટ થઈ ગયા હતા. સમગ્ર રકમ મળીને દંપતીના બે ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 1,89,998 ઉપાડી લેવામાં આવ્યા હતા. તુષારભાઈએ પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતાં ગઠિયાએ ફોન કાપી નાખ્યો હતો.

બનાવ બાદ દંપતીએ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સાયબર ઠગાઈ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *