નવસારીમાં મહાદેવ મંદિર ડૂબ્યું, સુરતમાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા!

0
0 0
Read Time:3 Minute, 54 Second
Screenshot

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ સક્રિય થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિ વધી છે અને અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. સોમવાર બાદ મંગળવારે પણ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

નવસારીમાં ભારે વરસાદના કારણે કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે, જેના પગલે મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. બીજી તરફ સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પરિસરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા કામગીરી અને અવરજવરને અસર થઈ છે. શહેરમાં ખાડીપૂરનો ખતરો પણ વધ્યો હોવાનું સામે આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યમાં સોમવારે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં નોંધાયો હતો. અહીં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

  • પારડી (વલસાડ): 4.72 ઇંચ
  • વલસાડ: 4.37 ઇંચ
  • ખેરગામ (નવસારી): 4.02 ઇંચ
  • જલાલપોર: 3.39 ઇંચ
  • ગણદેવી: 3.23 ઇંચ
  • ચીખલી: 2.91 ઇંચ
  • ધરમપુર: 2.87 ઇંચ
  • નવસારી: 2.64 ઇંચ
  • ઉમરગામ: 2.52 ઇંચ
  • વાપી: 2.28 ઇંચ
  • નાનાપોંઢા: 2.13 ઇંચ

આ ઉપરાંત સુરતના મહુવામાં 1.81 ઇંચ, વાંસદામાં 1.77 ઇંચ, ડાંગના વઘઈમાં 1.65 ઇંચ, ઉમરપાડા, કપરાડા અને અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

રાજ્યના 140 તાલુકામાં વરસાદ

છેલ્લા વરસાદી રાઉન્ડ દરમિયાન રાજ્યના કુલ 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં પણ વરસાદ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

  • મહેમદાબાદ (ખેડા): 1.61 ઇંચ
  • ખેડા: 1.54 ઇંચ
  • નેત્રંગ (ભરૂચ): 1.30 ઇંચ
  • નડિયાદ: 1.18 ઇંચ
  • શહેરા (પંચમહાલ): 0.71 ઇંચ

વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, આણંદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઝાપટાં

ઉત્તર ગુજરાતમાં મહેસાણાના કડીમાં 0.83 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો.

સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના તળાજામાં સૌથી વધુ 1.10 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના વિસાવદરમાં પણ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *