અત્ર-તત્ર સર્વત્ર વરસાદ: સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં જળબંબાકાર, જનજીવન પ્રભાવિત

0
અત્ર-તત્ર સર્વત્ર વરસાદ: સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં જળબંબાકાર, જનજીવન પ્રભાવિત
0 0
Read Time:3 Minute, 3 Second

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે સુરત, વલસાડ, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી કરી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે વાપીના અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ નદી સમાન બની ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાર્ક કરાયેલા અનેક વાહનો અડધાથી વધુ પાણીમાં ડૂબી જતા લોકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 6થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં વલસાડના ઉમરગામમાં 7.20 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ખેરગામમાં અંદાજે 2.5 ઇંચ અને ભરુચમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 108 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 61 તાલુકામાં 1 ઇંચથી વધુ, 44 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો છે. ઉપરાંત કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં તેમજ સુરત, તાપી અને ડાંગના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. પૂર્ણા નદી 22 ફૂટ, અંબિકા નદી 29 ફૂટ અને કાવેરી નદી 22 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી શહેર અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં એક લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે.

દાદરા અને નગર હવેલીના ખાનવેલ નજીક આવેલા તલાવલી ગામમાં પૂરનાં પાણી વચ્ચે ચાર લોકો ફસાઈ ગયા હતા. જાણ થતાં જ NDRFની 06 બટાલિયનની ટીમે મધરાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ચારેય લોકોને સુરક્ષિત બહાર કાઢી જિલ્લા વહીવટી તંત્રને સોંપ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *