નર્મદા જિલ્લામાં મેઘતાંડવ, બે કલાકમાં 4.65 ઇંચ વરસાદ; રાજ્યના 82 તાલુકામાં મેઘમહેર, 14 જિલ્લામાં રેડ એલર્ટ

0
નર્મદા જિલ્લામાં મેઘતાંડવ, બે કલાકમાં 4.65 ઇંચ વરસાદ; રાજ્યના 82 તાલુકામાં મેઘમહેર, 14 જિલ્લામાં રેડ એલર્ટ
Views: 11
0 0

Read Time:1 Minute, 50 Second

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે નર્મદા જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. સવારે 6થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં જિલ્લાના સાગબારા અને ગરુડેશ્વર તાલુકામાં 4.65 ઇંચ (118 મિ.મી.) વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં 3.54 ઇંચ અને તિલકવાડામાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પર અસર જોવા મળી હતી.

બીજી તરફ, મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં 2.64 ઇંચ અને આણંદ જિલ્લામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના દૃશ્યો સામે આવ્યા હતા.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે. તંત્રે લોકોને જરૂરી સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *