જામનગરની એસ.કે. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ 7 લોકોની તબિયત લથડી, ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ સીલ કરી

0
જામનગરની એસ.કે. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ 7 લોકોની તબિયત લથડી, ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ સીલ કરી
Views: 7
0 0

Read Time:1 Minute, 49 Second

જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એસ.કે. રેસ્ટોરન્ટમાં નોન-વેજ ભોજન લીધા બાદ આશરે સાત લોકોની તબિયત લથડતાં ચકચાર મચી ગઈ હતી. ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે તમામ અસરગ્રસ્તોને સારવાર માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા સહિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા અને રેસ્ટોરન્ટને સીલ કરી વેચાણ-વ્યવહાર બંધ કરાવ્યો હતો.

મહાનગરપાલિકાના ફૂડ શાખાના અધિકારી નિલેશ જાસોલિયાના જણાવ્યા મુજબ, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ રેસ્ટોરન્ટ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાતેય દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ખાદ્ય સામગ્રીના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ તબિયત લથડવાનું ચોક્કસ કારણ અને ફૂડ પોઇઝનિંગ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *