કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ: DAમાં 3%નો વધારો, 4 મહિનાનું એરિયર પણ મળશે

0
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ: DAમાં 3%નો વધારો, 4 મહિનાનું એરિયર પણ મળશે
Views: 4
0 0

Read Time:2 Minute, 10 Second

કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળીના તહેવાર પહેલાં મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. આ વધારા બાદ કર્મચારીઓનું DA 60%થી વધીને 63% થઈ ગયું છે.

આ વધારો જુલાઈ 2026થી લાગુ ગણાશે. એટલે કર્મચારીઓને જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાનું એરિયર પણ મળશે. આ રકમ ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવશે.

સરકાર પર રૂ.10,016 કરોડનો વધારાનો બોજ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયની માહિતી આપતાં જણાવ્યું કે DA વધારાથી 48 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનર્સને લાભ મળશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારની તિજોરી પર આશરે રૂ.10,016 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે.

બેઝિક પગાર પ્રમાણે કેટલો વધારો?

DAમાં 3 ટકાના વધારા બાદ કર્મચારીઓના બેઝિક પગાર પ્રમાણે માસિક વધારો આ રીતે થશે:

  • રૂ.18,000 બેઝિક પગાર: દર મહિને રૂ.540નો વધારો
  • રૂ.30,000 બેઝિક પગાર: દર મહિને રૂ.900નો વધારો
  • રૂ.50,000 બેઝિક પગાર: દર મહિને રૂ.1,500નો વધારો

ચાર મહિનાનું એરિયર કેટલું મળશે?

જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાના વધારાના DAની રકમ ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવશે.

  • રૂ.18,000 બેઝિક પગાર: રૂ.2,160 એરિયર
  • રૂ.30,000 બેઝિક પગાર: રૂ.3,600 એરિયર
  • રૂ.50,000 બેઝિક પગાર: રૂ.6,000 એરિયર

આ રીતે DAમાં વધારા સાથે કર્મચારીઓને ઓક્ટોબરના પગારમાં નિયમિત પગાર ઉપરાંત ચાર મહિનાના એરિયરની વધારાની રકમ પણ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *