ઓવરટેક કરવાની હોડમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી, 17 મહિલાઓ સહિત 20 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત

0
ઓવરટેક કરવાની હોડમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી, 17 મહિલાઓ સહિત 20 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત
Views: 4
0 0

Read Time:2 Minute, 25 Second

ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં અલીગઢ રોડ પર ડુપ્તાકલાં પુલ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગંગા સ્નાન અને દેવીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીને અન્ય એક ટ્રેક્ટરે ટક્કર મારતાં ટ્રોલી રસ્તા પર પલટી ગઈ હતી. અકસ્માતમાં 20 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 17 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાંથી 10ની હાલત ગંભીર હોવાથી તેમને હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યા છે.

ઓવરટેકના પ્રયાસમાં થયો અકસ્માત

બુલંદશહેરના મોહમ્મદપુર ખુર્દ ગામના રહેવાસીઓ નગરકોટ વાળી દેવીના દર્શન અને અનૂપશહેરમાં ગંગા સ્નાન કર્યા બાદ ટ્રેક્ટર-ટ્રોલીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બપોરે આશરે 4 વાગ્યે અલીગઢ રોડ પર પહોંચતા સમયે પાછળથી આવેલા એક ઝડપી ટ્રેક્ટરે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં ટ્રેક્ટર-ટ્રોલીનું સંતુલન બગડ્યું અને તે રસ્તાની બાજુમાં પલટી ગઈ. ટ્રોલીમાં સવાર કેટલાક શ્રદ્ધાળુઓ રસ્તા પર પટકાયા હતા.

અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી સારવારની વ્યવસ્થા કરી

અકસ્માની જાણ થતાં અનૂપશહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અનૂપશહેરના એસડીએમ મનીષ કુમાર, તહસીલદાર પ્રિયા દેવી અને સીઓ શશાંક શ્રીવાસ્તવ પણ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં તાત્કાલિક ઈમરજન્સી સેવા શરૂ કરીને ઘાયલોની સારવાર કરવામાં આવી હતી. ગંભીર સ્થિતિ ધરાવતા 10 દર્દીઓને વધુ સારવાર માટે હાયર સેન્ટર મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *