સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિના કરુણ દૃશ્યો, 20 દિવસમાં 6000 બળદો આશ્રમમાં પહોંચ્યા

0
સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિના કરુણ દૃશ્યો, 20 દિવસમાં 6000 બળદો આશ્રમમાં પહોંચ્યા
Views: 2
0 0

Read Time:4 Minute, 1 Second

સૌરાષ્ટ્રમાં વરસાદની અછત અને ઘાસચારા-પાણીની તંગી વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. હજુ સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ તેની અસર હવે જમીન પર સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ નજીક આવેલા સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં જ 6000 જેટલા બળદો ખેડૂતો દ્વારા મૂકવામાં આવ્યા છે.

જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ખેતીને નુકસાન થતાં રવિ પાક લેવાની શક્યતાઓ પણ ઘટી છે. ઘાસચારો અને પાણી મોંઘા થતાં ખેડૂતો માટે બળદોને નિભાવવાનો ખર્ચ વધ્યો છે. પરિણામે અનેક ખેડૂતો પોતાની ખેતી માટેની આજીવિકા સમાન બળદોની જોડીને ભારે હૈયે આશ્રમમાં મૂકવા મજબૂર બન્યા છે.

રોજ 200 જેટલા વાહનોમાં બળદો પહોંચે છે

સદ્ભાવના બળદ આશ્રમની શરૂઆત પાંચ વર્ષ પહેલાં માત્ર 100 બળદો સાથે કરવામાં આવી હતી. સામાન્ય સ્થિતિમાં આશ્રમમાં 1500થી 2000 જેટલા બળદો રહેતા હતા. જોકે, હાલની સ્થિતિમાં માત્ર 20 દિવસમાં જ 6000 જેટલા બળદો અહીં આવી પહોંચ્યા છે.

આશ્રમમાં દરરોજ બળદો લઈને આશરે 200 જેટલા વાહનો પહોંચતા હોવાની માહિતી છે. કેટલાક ખેડૂતો પોતાની આશરે એક લાખ રૂપિયાની કિંમતની બળદની જોડી છોડતી વખતે ભાવુક થઈને રડી પડ્યા હતા.

ઘાસચારાના ભાવ વધતા આશ્રમનો ખર્ચ પણ વધ્યો

બળદને દરરોજ સરેરાશ 25 કિલો લીલા ઘાસની જરૂર પડે છે. લીલા ઘાસનો ભાવ અગાઉ પ્રતિ 20 કિલો રૂ. 60 જેટલો હતો, જે હવે વધીને રૂ. 120થી 130 સુધી પહોંચી ગયો છે.

આશ્રમમાં આશરે 125 કર્મચારીઓ સેવા આપી રહ્યા છે અને દરરોજ ઘાસચારા પાછળ લગભગ રૂ. 12 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. સંચાલકો દ્વારા રોકડ દાનની જગ્યાએ સીધો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા દાતાઓને અપીલ કરવામાં આવી રહી છે.

હાલ આશ્રમમાં હજારો બળદો હોવાથી પાણીની જરૂરિયાત પણ વધી છે. જમીનમાંથી પૂરતું પાણી ઉપલબ્ધ ન થતાં દરરોજ 8થી 10 પાણીના ટેન્કરો દ્વારા અવેડાં ભરવામાં આવી રહ્યા છે.

120 વીઘામાં નવો આશ્રમ શરૂ કરવાની તૈયારી

સદ્ભાવના બળદ આશ્રમના સંચાલકોના જણાવ્યા અનુસાર, હાલની 30 એકર જમીન બળદોથી ભરાઈ ગઈ છે, જેના કારણે નવા બળદોને સ્વીકારવાનું થોડા સમય માટે રોકવું પડ્યું છે. જોકે, ટૂંક સમયમાં 120 વીઘા જમીનની વ્યવસ્થા કરીને નવો આશ્રમ શરૂ કરવાની તૈયારી છે.

હાલની પરિસ્થિતિ યથાવત રહે તો ઉનાળા સુધીમાં આશ્રમમાં 75 હજારથી એક લાખ સુધી બળદો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે એકપણ બળદને રસ્તા પર રખડતો છોડવામાં નહીં આવે અને તેને કતલખાને જવાથી બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવશે.

બળદ આધારિત ખેતીનું મહત્વ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે પણ ખેડૂતો ખેતી માટે બળદોનો ઉપયોગ કરે છે. બળદ આધારિત ખેતીમાં ઇંધણનો ઉપયોગ ન થતો હોવાથી તેને પર્યાવરણને અનુકૂળ ખેતી તરીકે જોવામાં આવે છે. સાથે જ બળદના છાણમાંથી તૈયાર થતું જૈવિક ખાતર ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *