ગુજરાતમાં મેઘતાંડવ: સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ, 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ

0
ગુજરાતમાં મેઘતાંડવ: સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ, 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ
Views: 6
0 0

Read Time:1 Minute, 15 Second

ગુજરાતમાં 31 જુલાઈએ મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. રેડ એલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં નોંધાયો, જ્યાં શુક્રવાર સવારથી શનિવાર સવાર સુધીના 24 કલાકમાં 24.06 ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં ત્રણ તાલુકામાં 16 ઇંચથી વધુ અને 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સુરત, તાપી, ખેડા, નવસારી, ભરુચ, વલસાડ, ડાંગ, આણંદ અને નર્મદા જિલ્લામાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

અમદાવાદમાં પણ શુક્રવાર સાંજથી મોડી રાત સુધી ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યભરમાં કુલ 255 તાલુકામાં અતિભારે વરસાદ નોંધાતા અનેક સ્થળોએ પાણી જ પાણીનું દૃશ્ય સર્જાયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *