અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતક વિદ્યાર્થી મૂળ દેત્રોજનો વતની હતો અને આર.સી. ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે અભ્યાસ માટે ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં રહેતો હતો.
ઘટનાની જાણ થતાં સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસે તેના પરિવારજનો, મિત્રો અને હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે. ઘટનાને પગલે પરિવારજનો તેમજ સમગ્ર શિક્ષણ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.