લક્ઝરી બસમાં પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ 10.70 લાખના 14 IPhoneની ચોરી કરી

0
લક્ઝરી બસમાં પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ 10.70 લાખના 14 IPhoneની ચોરી કરી
Views: 2
0 0

Read Time:3 Minute, 6 Second

રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક વિચિત્ર ખૂલ્યો છે. લક્ઝરી બસમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ રૂ. 10.70 લાખની કિંમતના 14 iPhoneની ચોરી કરી છે. મહારાષ્ટ્રના એક વેપારીએ શહેરના વેપારી માટે 14 iPhone બોક્સમાં પેક કરીને ટ્રાવેલ્સ મારફતે મોકલી આપ્યા હતા. અમદાવાદનો વેપારી જ્યારે પાર્સલ લેવા માટે ટ્રાવેલ્સની ઓફિસે પહોંચ્યો ત્યારે પાર્સલ ખાલી જણાયું હતું અને તેમાં રહેલા રૂ. 10.70 લાખના iPhone ગાયબ હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે લક્ઝરી બસની છેલ્લી સીટ પર બેઠેલા શખ્સે પાર્સલ ખોલીને તેમાં રહેલા મોંઘાદાટ iPhoneની ચોરી કરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મહારાષ્ટ્રમાં રહેતા 28 વર્ષીય પ્રેમ સુરેશ ઠાકોર પુણેમાં મોબાઈલની દુકાન ચલાવે છે. ગત 15 ઓગસ્ટે વેપારીએ 14 નંગ iPhone એક પાર્સલમાં પેક કરીને અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સલામન એસએસ ટ્રેડર્સના સંચાલક સલમાનભાઈને મોકલવા માટે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલ મોકલી આપ્યું હતું. વેપારી જ્યારે ટ્રાવેલ્સની ઓફિસે પાર્સલ લેવા ગયા ત્યારે બોક્સમાંથી iPhone ગાયબ હતા. તેમણે મહારાષ્ટ્રના વેપારીનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે ફોન પાર્સલ કરીને બસમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બસમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરતા માલૂમ પડ્યું કે, છેલ્લી સીટ પર બેઠેલો શખ્સ રાત્રિના સમયે વારંવાર અવરજવર કરતો હતો. તેણે સ્લીપર બસમાં ઉપરના ભાગે રાખેલું પાર્સલ ખોલીને તેમાં રહેલા 14 iPhone ચોરી લીધા હતા. ફૂટેજમાં ચોરી કરતો પેસેન્જર સ્પષ્ટ દેખાય છે, જેણે ‘ચિરાગ રાજપૂત’ નામે ટિકિટ બુક કરાવી હતી.

રામોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના PSI આર.બી. રબારી અને તેમની ટીમે ટિકિટ બુકિંગમાં વપરાયેલા મોબાઈલ નંબર અને સિમકાર્ડની વિગતો મેળવતા આરોપીનું સાચું નામ ગજેન્દ્રસિંહ રાજપૂત (રહે. સાબરકાંઠા) હોવાનું જણાયું હતું. પોલીસે ગજેન્દ્રસિંહ રાજપૂતનો સંપર્ક કરી ચોરી અંગે પૂછપરછ કરતા તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા. અંતે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં રૂ. 10.70 લાખના iPhone ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *