ચાલુ રાષ્ટ્રગીત દરમિયાન કાર્યક્રમમાંથી જતા યુપી વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના, વીડિયો વાયરલ થતાં વિવાદ

0
ચાલુ રાષ્ટ્રગીત દરમિયાન કાર્યક્રમમાંથી જતા યુપી વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના, વીડિયો વાયરલ થતાં વિવાદ
Views: 8
0 0

Read Time:2 Minute, 35 Second

ઉન્નાવમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાના એક કાર્યક્રમ દરમિયાન વિવાદમાં સપડાયા છે. કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું ત્યારે મહાના સ્ટેજ પરથી નીચે ઉતરી પોતાની કાર તરફ જતા જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિપક્ષે આ મુદ્દે ભાજપને ઘેર્યું છે.

મળતી માહિતી મુજબ, કાનપુરના મહારાજપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સતીશ મહાના ઉન્નાવના પૂરન નગર સ્થિત એસવીએમ ઇન્ટર કોલેજમાં યોજાયેલા કાઉન્સિલના પ્રાંતીય સંમેલન અને સેમિનારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ સ્થળે પ્રોટોકોલ મુજબ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ગાર્ડ ઓફ ઓનર પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત શરૂ થયું હતું. આ દરમિયાન મહાના સ્ટેજ પરથી નીચે ઉતરીને કાર તરફ જતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેમની આસપાસ કેટલાક સમર્થકો પણ જોવા મળે છે. મહાના કાર્યક્રમ સ્થળેથી નીકળતા સમયે પણ રાષ્ટ્રગીત ચાલુ હોવાનું વીડિયોમાં દેખાય છે.

જોકે, સતીશ મહાનાએ રાષ્ટ્રગીત ન વાગ્યું હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ન હતું.

આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે મહાનાની ટીકા કરી છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગનાં વડા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યો કે રાષ્ટ્રગીત દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ ઊભા થઈને કાર્યક્રમમાંથી કેમ જતા રહ્યા.

આ સમગ્ર ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. ખાસ કરીને વંદે માતરમને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આ મુદ્દો સામે આવતા વિપક્ષને ભાજપ પર પ્રહાર કરવાની વધુ તક મળી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *