માણસા નજીક બે કાર વચ્ચે અકસ્માત, મહેસાણા DDOનો આબાદ બચાવ

0
માણસા નજીક બે કાર વચ્ચે અકસ્માત, મહેસાણા DDOનો આબાદ બચાવ
Views: 16
0 0

Read Time:1 Minute, 33 Second

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખરણા-બોરું ગામ નજીક બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી (DDO) પ્રદીપસિંહ રાઠોડનો આબાદ બચાવ થયો હતો. જોકે, તેમને પગમાં ફ્રેક્ચર સહિત સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે વિસનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, DDO પ્રદીપસિંહ રાઠોડ સરકારી કારમાં ગાંધીનગરથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોજારિયાના દુષ્યંતભાઈ પટેલ કાર લઈને ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. ખરણા-બોરું ગામ નજીક બંને કાર સામસામે અથડાતાં અકસ્માત થયો હતો.

અકસ્મતાની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં DDO રાઠોડને પગમાં ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

માણસા પોલીસ સ્ટેશનના PI જે.બી. ખાંભલાના જણાવ્યા અનુસાર, ઘટનામાં DDO રાઠોડને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *