કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 9.50 મોંઘો, ATFના ભાવમાં પણ વધારો

0
કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 9.50 મોંઘો, ATFના ભાવમાં પણ વધારો
Views: 7
0 0

Read Time:2 Minute, 45 Second

નવી દિલ્હી: સરકારી ઓઈલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને કોમર્શિયલ LPGના ભાવમાં વધારો કર્યો છે. ATFના ભાવમાં 5.46 ટકાનો વધારો થતાં પ્રતિ લિટર કિંમત રૂ. 6.28 વધીને રૂ. 121.28 થઈ છે. સતત બીજા મહિને ATFના ભાવમાં વધારો થતાં એરલાઇન્સના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. એરલાઇન્સના કુલ કાર્યકારી ખર્ચમાં ATFનો હિસ્સો આશરે 40 ટકા હોય છે.

19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ રૂ. 9.50નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે સિલિન્ડરની કિંમત રૂ. 2,738થી વધીને રૂ. 2,747.50 થઈ છે. કોમર્શિયલ LPGનો મુખ્યત્વે હોટેલ અને રેસ્ટોરાં સહિતના વ્યવસાયોમાં ઉપયોગ થાય છે. 5 કિલોના કૂકિંગ LPG સિલિન્ડરના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ. 2નો વધારો થયો છે.

જોકે, ઘરેલુ LPGના ભાવમાં આ મહિને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત રૂ. 942 પર યથાવત છે.

આ અગાઉ જુલાઈ અને ઓગસ્ટમાં કોમર્શિયલ LPGના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. જુલાઈમાં રૂ. 183.50 અને ઓગસ્ટમાં રૂ. 192નો ઘટાડો થયો હતો. ATF અને LPGના ભાવમાં સામાન્ય રીતે દર મહિને સુધારો કરવામાં આવે છે.

પેટ્રોલ-ડીઝલના વપરાશમાં વધારો

ચોમાસું ખેંચાતા પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં વધારો નોંધાયો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓના આંકડા મુજબ ઓગસ્ટમાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે 9.1 ટકા વધીને 34.8 લાખ ટન થયું હતું. ડીઝલનું વેચાણ પણ 10.2 ટકા વધીને 62.7 લાખ ટન થયું છે. જુલાઈમાં પણ ડીઝલના વેચાણમાં 10.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

ઓગસ્ટમાં જેટ ફ્યુઅલ એટલે કે ATFનું વેચાણ 5.6 ટકા વધીને 6.77 લાખ ટન થયું હતું. બીજી તરફ LNGનું વેચાણ 16.1 ટકા ઘટીને 24.2 લાખ ટન રહ્યું હતું. LPGની માંગમાં પણ અગાઉના સમયગાળાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ગેઇન ટેક્સમાં ફેરફાર કર્યો છે. પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર રૂ. 1.50ની ડ્યુટી લાગુ કરવામાં આવી છે, જ્યારે ATF પરની લેવીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *