ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોને બચાવાયા

0
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોને બચાવાયા
Views: 10
0 0

Read Time:2 Minute, 7 Second

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવારે રાત્રે નિર્માણાધીન ‘બોસકી ધ એમ્પાયર’ કોમર્શિયલ બિલ્ડિંગમાં સ્લેબ તૂટી પડવાની ગંભીર ઘટના બની હતી. ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે યુનિટ વચ્ચે ઊભું કરવામાં આવી રહેલું લોખંડનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું હતું.

ઘટના રાત્રે આશરે 9:15 વાગ્યે બની હતી. તે સમયે સાઇટ પર આશરે 15 શ્રમિકો કામ કરી રહ્યા હતા. સ્લેબ તૂટી પડતાં કેટલાક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ગાંધીનગર ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ કાટમાળ હટાવીને શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી.

સવાર સુધીમાં તમામ 15 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ શ્રમિકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઈજાગ્રસ્ત શ્રમિકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગના બાંધકામમાં પ્રવીણ મેડા, શાહીલ અને યશ ચૌધરી નામના કોન્ટ્રાક્ટરો સંકળાયેલા હોવાના દાવા કરવામાં આવ્યા છે. ઘટના સમયે તેઓ સ્થળ પર હાજર ન હોવાના પણ આક્ષેપો થયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *