રાહુલ ગાંધી સાથેની ઝપાઝપી જોઈ શશિ થરૂર ભડક્યા, કહ્યું- ‘સરકારની કાર્યવાહી શરમજનક’

0
રાહુલ ગાંધી સાથેની ઝપાઝપી જોઈ શશિ થરૂર ભડક્યા, કહ્યું- ‘સરકારની કાર્યવાહી શરમજનક’
Views: 9
0 0

Read Time:2 Minute, 18 Second

નવી દિલ્હીમાં ચૂંટણી પંચ સામે INDIA ગઠબંધનના સાંસદોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદ ભવનથી ચૂંટણી પંચ તરફ નીકળેલી કૂચને પોલીસે રસ્તામાં જ અટકાવી દીધી હતી. ત્યારબાદ વિપક્ષી નેતાઓએ આકાશવાણી ભવન નજીક ધરણાં શરૂ કર્યા હતા.

પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓને અટકાયતમાં લીધા હતા. લગભગ બે કલાક બાદ તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

વિરોધ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, RSS પ્રમુખ મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ચૂંટણીમાં વોટ ચોરીના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષના આશરે 300 સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા ગયા હતા, પરંતુ તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની અટકાયત બાદ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સરકારની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. થરૂર હાલમાં જર્મનીમાં અગાઉથી નક્કી કરાયેલી એક કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોવાથી તેઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહી શક્યા નહોતા.

શશિ થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું કે રાહુલ ગાંધી સાથે હાથાપાઈ અને તેમની અટકાયતના દૃશ્યો જોઈને તેઓ ખૂબ દુઃખી થયા છે. તેમના મતે, કરોડો મતદારોના અધિકારો અંગે સવાલો ઉઠાવવો અને વિરોધ કરવો એ દરેક નાગરિકના બંધારણીય અધિકારો માટે અવાજ ઉઠાવવા સમાન છે.

થરૂરે વધુમાં સરકારની પ્રતિક્રિયાને અત્યંત શરમજનક ગણાવી અને કહ્યું કે લોકશાહી તથા મતદારોના અધિકારોના મુદ્દે વિપક્ષનો વિરોધ યોગ્ય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *